<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ખેડૂતોને નુકશાન સામે ઐતિહાસિક રાહત પેકેજ : વિઠ્ઠલભાઇ ઠુમ્‍મર

રાજકોટ, તા. ૧૧: વર્ષના કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે. તેની ત્‍વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નૈતૃત્વની રાજય સરકાર સંપુર્ણ પ્રતિબધ્‍ધ   હોવાનું જિલ્લા  કિસાન મોરચાના પ્રમુખ વિઠ્ઠલભાઇ ઠુમ્‍મરે જણાવ્‍યું છે.

 રાજ્‍યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને ૨૨ હજાર રૂપિયા પ્રતિ હેક્‍ટર, હેક્‍ટર દીઠ બે હેકટરની મર્યાદામાં સહાય રાજ્‍ય સરકાર આપશે.ખેતી પાકોને જે વ્‍યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્‍યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. ૧૦ હજાર કરોડની સહાય રકમ રાજ્‍ય સરકાર ચૂકવશે.

આ ઉપરાંત મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી  પણ શરૂ કરાઇ છે.

ઉપરોક્‍ત ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, કેબીનેટ કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો રાજકોટ જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખશ્રી વિનુભાઈ ઠુમ્‍મરે આવકારી રાજય સરકારનો ખેડૂતો વતી આભાર માન્‍યો છે. 

 

(2:55 PM IST)