તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
હીરામણિ સ્કૂલના છાત્રો દ્વારા ક્રિકેટ ક્ષેત્રે સફળતાની ફટકાબાજી

રાજકોટ તા. ૧૧: પાયોનીયર ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેન્ક (અન્ડર-૧૯) સ્કૂલ ટુર્નામેન્ટ (વન-ડે) મેચમાં અમદાવાદની હીરામણિ સ્કૂલે, અંકુર સ્કૂલને ૧૦ વિકેટથી હરાવી વિજય પ્રાપ્ત કર્યો. આ મેચમાં હીરામણિ સ્કૂલના યક્ષ વિશાલ પટેલે ૦ રન આપી પ વિકેટ લીધી તથા નિહાલ શૈલેષ પટેલે ર૦ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.
અંકુર સ્કુલઃ ૩૭/૧૦ (૧૪.૪ ઓવર) હીરામણિ શાળાનાં યક્ષ પટેલ ૦ રન આપી પ વિકેટ નિહાલ શૈલેષ પટેલ ર૦ રન આપી ૩ વિકેટ હીરામણિ સ્કૂલઃ ૩૯/૧ (૧.૧ ઓવર) હીરામણિ શાળાનાં હર્ષરાજસિંહ પ બોલમાં ૧ર રન કર્યા.
વિજેતાઓને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીને અભિનંદન પાઠવ્યા હતા.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
