<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

ડ્રગ્‍સનું ફકત ચેકીંગ નહીં, રેલવે સ્‍ટેશનો પર લોક જાગૃતિ કાર્યક્રમો : લોકો, સરકાર આફ્રિન

યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા CID વડા ડૉ કે. એલ. એન. રાવે રેલવે પોલીસને નવો રાહ ચીંધ્‍યો....: વતનમાં જતા પરપ્રાંતિઓ માટેની કપરી વ્‍યવસ્‍થામાં રેલવે પોલીસનું સ્‍પેશ્‍યલ ઓપરેશન ગ્રુપ ફુલ્લી પાસ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જાહેર નોંધ લેવાઇ

રાજકોટ, તા.૧૧: ગુજરાતની જેલોના ઇતિહાસમાં કદી થયા ન હોય તેવા અદભુત ફેરફારો લાવી, જેલ જીવન બાદ કેદીઓ ફરી ગુન્‍હાહિત રસ્‍તે ન વળે તેવા રોજગારલક્ષી કાર્યક્રમો, જાણીતા શિક્ષણવિદ ડીન ડૉ ઇન્‍દુ રાવના સહયોગથી વિવિધ શિક્ષણ કોર્ષ દ્વારા તજજ્ઞો બનાવી રોજગારીના દ્વાર ખોલનાર તત્‍કાલીન રાજ્‍યના મુખ્‍ય જેલ વડા અને હાલ ઇન્‍ચાર્જ જેલ વડા એવા ડૉ.કે. એલ એન રાવ દ્વારા ગુન્‍હાહિત કાર્યો પર લગામ, તપાસમાં ગતિ લાવી CID વડા તરીકે અદભુત કાર્ય ચાલી રહ્યું છે.      

નવી પેઢી નશાની ગર્તામાં ધકેલાઈ ન જાય તે માટે પોતાની અંડરના રેલવે પોલીસને એક્‍ટિવ મોડમાં મુકી સંતોષ માન્‍યો નથી.  

રાજ્‍યભરના રેલવે મથક પર લોક જાગળતિ માટે નો ડ્રગ્‍સ ઈન ગુજરાત અભિયાન હેઠળ રેલ્‍વે સ્‍ટેશનો પર લોક જાગળતિ કાર્યક્રમો યોજી રહ્યા છે , વિવિધ બેનરો દ્વારા લોકો આકર્ષિત થવા સાથે રેલવે પોલીસની આ ઝુંબેશને ભારે આવકાર મળ્‍યો છે.

ગુજરાતના આર્થિક પાટનગર સુરત સહિત પર પ્રાંતના લોકો મોટી સંખ્‍યામાં અહીં વસ્‍યા છે,  દિવાળી તહેવાર, છઠ્ઠ પૂજા જેવા ધાર્મિક તહેવારો પ્રસંગે પોતાના વતનમાં ગયા ત્‍યારે કોઈ બિન જરૂરી ભીડ ન થાય, અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે CID વડા ડૉ.કે. એલ એન. રાવના આદેશથી અભૂતપૂર્વ વ્‍યવસ્‍થા રેલ્‍વે પોલીસ (SOG)  દ્વારા ગોઠવવામાં આવી જેની જાહેર નોંધ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવામાં આવી છે હર્ષભાઈ સંઘવી આ મામલે પ્રથમથી જ સચેત રહી નિરીક્ષણ કરી રહ્યા હતા.(૨૩.૪)

 

(10:19 AM IST)