<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

વલસાડના નાનાપોંઢામાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના 200 કાર્યકરો જોડાયા: રાજકીય ગરમાવો

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૨૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા વલસાડ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક સ્તરે કોંગ્રેસની આ વધતી સક્રિયતા અને ભાજપના કાર્યકરોની આ જોડાણ પ્રક્રિયા આગામી ચૂંટણીઓમાં કેવા પરિણામો લાવે છે તેના પર સૌની નજર રહેશે.

(10:47 PM IST)