તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર દેખાયા
શંકર ચૌધરીએ ગેનીબેનના શરૂઆતી રાજકીય જીવનની પ્રશંસા કરી : ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને ટકોર કરતા કહ્યું કે તમે બન્ને મોટા નેતા છો સાથે મળીને સમાજ માટે શિક્ષણના કાર્યો પૂર્ણ કરો

વાવ-થરાદ જિલ્લામાં ભાભર ખાતે આંજણા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા હતા. રાજકીય રીતે તદ્દન અલગ-અલગ વિચારધારા ધરાવતા આ બન્ને નેતા સામાજિક કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હતા,
સામાજિક મંચ પરથી શંકર ચૌધરીએ ગેનીબેનના શરૂઆતી રાજકીય જીવનની પ્રશંસા કરી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને જાહેર મંચથી ટકોર કરતા કહ્યું હતું કે તમે બન્ને મોટા નેતા છો સાથે મળીને સમાજ માટે શિક્ષણના કાર્યો પૂર્ણ કરો.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
