News of Sunday, 9th November 2025
સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવાતુ હોવાના આક્ષેપ સાથે ભારે હંગામો
ખ્રિસ્તી મિશનરીઓ પર હિન્દૂ સંગઠનનોએ હલ્લા બોલ કર્યો:ઢસરભય મનુ પટેલની હાજરીમાં હિન્દૂ સંગઠને વિરોધ નોંધાવ્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવાતુ હોવાના આક્ષેપ સાથે હંગામો મચ્યો હતો. ખ્રિસ્તી મિશનરીઓ પર હિન્દૂ સંગઠનનોએ હલ્લા બોલ કર્યો હતો. ધારાસભ્ય મનુ પટેલની હાજરીમાં હિન્દૂ સંગઠને વિરોધ નોંધાવ્યો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર લોકો ભેગા થયા હતા. મિશનરીના લોકોએ મિશનરીનો દરવાજો બંધ કરી દીધો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતથી લોકોએ હોબાળો કર્યો હતો. હાલમાં પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
