<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

હિંમતનગરના બી ડિવિઝન પોલીસે ધ બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો

ફરિયાદી સહિત રોકાણકારો છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા: એસપી કચેરીએ રજૂઆત કરવા રોકાણકારોનું ટોળું પહોંચતા આખરે ફરિયાદ નોંધાઈ.

હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કિમે રોકાણકારોને છેતર્યાનો મામલો સામે આવ્યો છે. હિંમતનગરના બી ડિવિઝન પોલીસે ધ બીગબુલ પોન્ઝી સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. ધ બીગબુલ પોન્ઝી સ્કીમના 06 સંચાલકો સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સંચાલક દંપતિ જગદીશ ગોસ્વામી અને શિતલ ગોસ્વામી સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 1 કરોડ 44 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને બીટકોઈન અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ વડે ઉંચા વળતરની લાલચ આપી ફસાવ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં લોકો શિકાર બન્યા છે. ફરિયાદી સહિત રોકાણકારો છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા. એસપી કચેરીએ રજૂઆત કરવા રોકાણકારોનું ટોળું પહોંચતા આખરે ફરિયાદ નોંધાઈ છે . એસપી પાર્થરાજસિંહ ગોહિલે હિંમતનગર પોલીસને ફરિયાદ નોંધી આરોપીઓ ઝડપવા આદેશ કરતા ફરિયાદ નોંધાઈ છે  એક માસ અગાઉ એઆર ગ્રુપ સામે પોન્ઝી સ્કીમમાં છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. બીઝેડ સ્કેમ બાદ પાંચ જેટલી પોન્ઝી સ્કીમ સામે કાર્યવાહી કરાઈ હતી 

(5:17 PM IST)