<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

મહેસાણા ખાતે SIRની મતદાર યાદીની કામગીરી મામલે શિક્ષકોએ 5 મુદ્દા ટાંકીને લેખિત વાંધો વ્યક્ત કર્યો

શિક્ષકોને શાળા કાર્ય દરમ્યાન કામગીરી કરવા પરિપત્રની માંગણી :BLO ને મદદ માટે અન્ય કર્મચારીઓની માંગણી

મહેસાણા ખાતે SIR ની કામગીરી મામલે શિક્ષકોએ લેખિત વાંધો વ્યક્ત કર્યો છે.  શિક્ષકોના પ્રાથમિક શૈક્ષણિક સંઘએ લેખિત રજૂઆત કરી છે. 5 મુદ્દા ટાંકીને વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. SIR હેઠળ મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોની લેખિત રજૂઆત કરાઈ છે. ખાસ મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો મામલે રજુઆત કરવામાં આવી છે. શાળાના સમય દરમ્યાન કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે.  શાળાના સમયમાં કામગીરી ના કરાય તો મતદાર યાદીની કામગીરી પૂર્ણ કરવી અશક્ય છે. 10 % શિક્ષકો વતન હુકમોથી કામગીરી કરવી મુશ્કેલ છે. BLO ને મદદ માટે અન્ય કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે. મતદારો ઝડપથી ફોર્મ ભરી આપતા નથી. શિક્ષકોને શાળા કાર્ય દરમ્યાન કામગીરી કરવા પરિપત્રની માંગણી કરાઈ છે. ચૂંટણી અધિકારીને સંબોધી લેખિત રજૂઆત કરાઈ છે.

 



 

(5:16 PM IST)