તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
વડોદરામાં સ્વદેશીને બદલે ચાઈનીઝ ગિફ્ટથી વિવાદ : સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને ચાઈનીઝ ભેટ અપાઈ
સ્ટેજ પરથી સ્વદેશી અપનાવવાની મોટી મોટી વાતો કરાઈ અને ભેટ ચાઈનિઝ આપવામાં આવતા વિવાદ

વડોદરામાં સ્વદેશીને બદલે ચાઈનીઝ ગિફ્ટથી વિવાદ થયો છે. સાંસદના કાર્યક્રમમાં પત્રકારોને ચાઈનીઝ ભેટ અપાઈ. સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈને કાર્યક્રમ યોજાયો હતો. જેમા પત્રકારોને અપાયેલી ભેટ પર ‘મેડ ઈન ચાઈના’ લખેલુ હતુ. સ્ટેજ પરથી સ્વદેશી અપનાવવાની મોટી મોટી વાતો કરાઈ અને ભેટ ચાઈનિઝ આપવામાં આવતા વિવાદ થયો છે. સાંસદ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો વિવાદ બાદ ભાજપની સ્પષ્ટતા સામે આવી છે. એમાં દાવો છે પદાધિકારીઓ આ ભેટથી અજાણ છે. પ્રેસ કોન્ફરન્સ બાદ ભેટ અપાઈ હતી. અને તે ભેટથી પાર્ટીના કાર્યકરો કે પદાધિકારીઓ કોઈ રીતે જોડાયેલા નથી.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
