<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

PTC વિદ્યાર્થીઓ માટે ખુશખબર: TET-1 પરીક્ષાના નિયમોમાં મોટો ફેરફાર: પીટીસીમાં બીજા વષૃમાં અભયાસક રતા વિદ્યાર્થીઓને પણ TET-1 પરીક્ષા આપવા માટે મંજુરી

અત્‍યાર સુધી પીટીસી પાસ કરેલ ઉમેદાવરો જ પરીક્ષા આપી શકતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની રજુઆતને ધ્‍યાનમાં રાખી શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય

ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ તાલીમ કોર્સ (PTC) ના હજારો વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી, PTCના બીજા વર્ષ (સેમેસ્ટર-૨) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 (Teacher Eligibility Test) ની પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઘણા સમયથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટેની માંગણી કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ મોટો ફેરફાર કર્યો છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અંદાજે ૫૨૦૦ જેટલા વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે TET-1 પરીક્ષા આપવા માટે પાત્ર બનશે. અગાઉના નિયમો મુજબ, માત્ર PTC કોર્સ પાસ કરેલા ઉમેદવારો જ TET-1ની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ આ ફેરફારથી PTCમાં અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થીઓને સરકારી શિક્ષક બનવાની દિશામાં પ્રથમ પગલું ભરવાની તક મળશે.
વિદ્યાર્થીઓને વધુ સમય મળી રહે તે હેતુથી, શિક્ષણ વિભાગે TET-1 પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં પણ વધારો કર્યો છે. અગાઉ ફોર્મ ભરવાની મુદત ૧૨ નવેમ્બર સુધી હતી, પરંતુ હવે તેને વધારીને ૧૮ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. જે ઉમેદવારો સમયસર ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા, તેઓ આ વધારાની મુદતનો લાભ લઈ શકશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી સમગ્ર રાજ્યના PTC વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છે. હવે PTC સેમેસ્ટર-૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પ્રાથમિક શિક્ષક તરીકેની કારકિર્દી તરફ ઝડપથી આગળ વધી શકશે, અને TET-1 પાસ કરીને ભવિષ્યમાં સરકારી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર થઈ શકશે.

(12:35 PM IST)