તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
ગાંધીનગર પાસે કરુણ ઘટના: પિતાએ બે દીકરીઓ સાથે કેનાલમાં છલાંગ લગાવી
બોરિસણાનો પિતાઅને બે બાળકીના મૃતદેહ કેનાલમાંથી મળ્યા: આધાર કાર્ડ કઢાવવાના બહાને નીકળ્યા હતા, બિઝનેસમેન હોવા છતાં આ પગલું કેમ ભર્યું?: ધીરજભાઇ રબારી આધારકાર્ડ કઢાવવા જઇ રહ્યાનું કહયા બાદ પોતાની બે દિકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું જોવાનનું જાણવા મળેલ છે

ગાંધીનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારો અને દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના બોરિસણા ગામના રહેવાસી ધીરજભાઈ રબારી નામના યુવાને તેમની બંને દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. માહિતી અનુસાર, ધીરજભાઈ ગઈકાલે 'આધાર કાર્ડ કઢાવવાનું' કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેમની ગુમ થયાની જાણ સાંતેજ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
આજે સવારે તપાસ દરમિયાન, ધીરજભાઈ રબારીની બંને દીકરીઓનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે, આ ઘટનાના મુખ્ય સૂત્રધાર, પિતા ધીરજભાઈ રબારી હજુ પણ લાપતા છે, અને તેમની શોધખોળ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળેલા અહેવાલો અનુસાર, મૃતક ધીરજભાઈ એક બિઝનેસમેન હતા અને કલોલના વડસર સહિત અન્ય બે સ્થળોએ તેમના પેટ્રોલ પંપ પણ હોવાનું જાણવા મળ્યું છે. આટલી આર્થિક સ્થિતિ હોવા છતાં તેમણે આવું પગલું શા માટે ભર્યું, તે એક મોટો સવાલ છે. વધુમાં, જાણવા મળ્યું છે કે ઘરેથી નીકળ્યા બાદ તેમણે તેમના એક મિત્રને ફોનનો પાસવર્ડ અને લોકેશન મોકલ્યું હતું, જેણે પોલીસ તપાસને એક નવી દિશા આપી છે.
સાંતેજ પોલીસ સ્ટેશન આ ગંભીર પ્રકરણની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પરિવારજનોમાં ઉઠી રહેલા સવાલો અને ધીરજભાઈના અચાનક ગુમ થવા પાછળના કારણો જાણવા માટે એજન્સીઓ સક્રિય બની છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
