તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
આમોદ નજીક માતર ગામ પાસે ગમખ્વાર અકસ્માત : ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરમાં સવાર બે કામદારના મોત
ટ્રેક્ટરમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત: અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના આમોદ નજીક આવેલા માતર ગામ પાસે હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે કામદારોને લઈ જતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માત અંગે આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
