તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
પાટણ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ : પ્રમુખે 6 ભાજપ સભ્યોને 'વિકાસ વિરોધી ટોળકી' ગણાવી
નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે ભાજપના જ છ ચૂંટાયેલા સભ્યો સામે ગંભીર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

પાટણ નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષમાં જ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે ભાજપના જ છ ચૂંટાયેલા સભ્યો સામે ગંભીર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પ્રમુખ પરમારે આ સભ્યો—જેમાં શૈલેષ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ, મનોજ નાગરદાસ પટેલ, ડો. નરેશ દવે અને બીપીન પરમારનો સમાવેશ થાય છે—તેમને 'વિકાસ વિરોધી ટોળકી' ગણાવ્યા છે. પ્રમુખનો આક્ષેપ છે કે આ છ સભ્યો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે અને જાણી જોઈને 10 જેટલા વિકાસલક્ષી કામો નામંજૂર કરાવીને વિકાસને અવરોધી રહ્યા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
