તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
બારડોલીના કડોદ ગામના પિતા-પુત્રી નેપાળના દુર્ગમ વિસ્તારમાં ગુમ: હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો
નેપાળ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન વડે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુમ થયેલા પિતા-પુત્રીની સઘન શોધખોળ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનો એક પટેલ પરિવાર ફરવા માટે નેપાળ ગયો હતો, જ્યાં દુર્ગમ વિસ્તાર અન્નપૂર્ણા-3 તરફ ગયેલા પિતા અને પુત્રી ગુમ થયા છે. આ વિસ્તારમાં થયેલી ભારે હિમવર્ષા ના કારણે 31 ઓક્ટોબરે પરત ફરવાના હતા તેવા પિતા-પુત્રી સાથેનો પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો. આ ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક સ્થાનિક સાંસદ પ્રભુ વસાવા ને રજૂઆત કરી હતી અને નેપાળ ખાતેની ઇન્ડિયન એમ્બેસીમાં પણ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં નેપાળ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન વડે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુમ થયેલા પિતા-પુત્રીની સઘન શોધખોળ ચાલી રહી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
