તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ગાંધીનગરમાં 'ઝરખ'નો ત્રાસ: પેથાપુર અને સેક્ટર 25માં દેખાતા લોકોમાં ભયનો માહોલ
શહેરના રહેણાંક વિસ્તારોમાં માંસાહારી અને સામાન્ય રીતે રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળતા ઝરખના સતત દેખાડાવથી સ્થાનિક લોકોમાં સાવચેતીનો માહોલ

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલી પ્રાણી ઝરખ (Hyena)ની હાજરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના રહેણાંક વિસ્તારો ગણાતા પેથાપુર અને સેક્ટર 25માં ઝરખના આંટાફેરા જોવા મળ્યા છે. બે દિવસ પહેલા પેથાપુર વિસ્તારમાં ઝરખ જોવા મળ્યું હતું, અને ત્યારબાદ ગઈકાલે રાત્રે સેક્ટર 25 માં આવેલા સંતોષી માતાજીના મંદિરની આસપાસના વિસ્તારમાં પણ ઝરખ દેખાયું હોવાના અહેવાલો છે. આ સમગ્ર ઘટનાક્રમના વીડિયો પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકોમાં ગંભીર ચિંતા જગાવી છે.
શહેરના રહેણાંક વિસ્તારોમાં માંસાહારી અને સામાન્ય રીતે રાત્રિના સમયે ખોરાકની શોધમાં નીકળતા ઝરખના સતત દેખાડાવથી સ્થાનિક લોકોમાં સાવચેતીનો માહોલ છે. સેક્ટર 25 અને પેથાપુરના રહેવાસીઓએ તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમે તુરંત જ તે વિસ્તારોમાં દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા ઝરખની હાજરીની પુષ્ટિ કરવા અને જો પ્રાણી તે વિસ્તારમાં હાજર હોય તો તેને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં પાછું મોકલવા માટે અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી રહી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
