તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ગાંધીનગરમાં લસણની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ :પીકઅપ ટ્રકમાંથી 50 પેટી દારુ ઝડપાયો: આરોપીની ધરપકડ
અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ :રાજસ્થાનથી ગુજરાતમાં દારુનો જથ્થો લવાઈ રહ્યો હોવાનો ખુલાસો થયો

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે હવે ગાંધીનગરમાં લસણની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પીકઅપ ટ્રકમાંથી 50 પેટી દારુ ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી ગુજરાતમાં દારુનો જથ્થો લવાઈ રહ્યો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે પોલીસે લસણની આડમાં દારુની હેરાફેરી કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દારૂબંધી છતાં બુટલેગરો અવનવા કીમિયા દારૂની હેરાફેરી માટે અપનાવે છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લસણની આડમાં લવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણની આડમાં ગેરકાયદે રીતે દારૂ લવાઈ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત કુલ 12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બે શખ્શોની ધરપકડ પણ કરી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
