તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ જ્યુડિશ્યલ એસોસિએશને લખ્યો ગૃહ વિભાગને પત્ર
જજ કોઈ પણ ડર વિના અને નિર્ભયતા સાથે જજમેન્ટ આપી શકે તે માટે તેમનો અને કોર્ટ સ્ટાફ, કોર્ટ બિલ્ડિંગ તેમજ નિવાસસ્થાન પર સુરક્ષા કાયદેસર વધારવી જરૂરી

અમદાવાદ : ડીજીપી લૉ એન્ડ ઓર્ડર દ્વારા તમામ પોલીસ કમિશનરો અને એસપીઓને પત્ર લખીને સૂચના આપી નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા જણાવાયું છે. આ પગલાંનો ઉદ્દેશ જ્યુડિશ્યલ ઓફિસર્સ અને તેમના પરિવારને પૂરતી અને જરૂરી સુરક્ષા પ્રદાન કરવાનો છે. અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ ગુજરાત જ્યુડિશ્યલ સર્વિસ એસોસિએશન (GJSA) દ્વારા ગૃહ વિભાગને પત્ર લખી સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે જજ કોઈ પણ ડર વિના અને નિર્ભયતા સાથે જજમેન્ટ આપી શકે તે માટે તેમનો અને કોર્ટ સ્ટાફ, કોર્ટ બિલ્ડિંગ તેમજ નિવાસસ્થાન પર સુરક્ષા કાયદેસર વધારવી જરૂરી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
