તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્તો ખેડૂતો માટે સરકારે જાહેર કરાયેલા પેકેજ મામલે કોંગ્રેસ દ્વારા પક્ષપાતના ગંભીર આક્ષેપો
અનેક ખેડૂતોના નામ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનો દાવો:ચીકટીયા ગામમાં લોકોએ વેદના ઠાલવી કે સરકારની હજુ સુધી સહાય મળી નથી.

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્તો ખેડૂતો માટે સરકારે જાહેર કરાયેલા પેકેજ મામલે કોંગ્રેસ દ્વારા પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યાં છે. જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં આશરે 2 હજાર 150 હેક્ટર વિસ્તારના 2 હજાર જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, પરંતુ સરકારની સહાય દરેક સુધી પહોંચી નથી. એટલું જ નહીં જિલ્લામાં કેટલાક ગ્રામરક્ષક અને સરપંચો દ્વારા સરવેની કામગીરીમાં પક્ષપાતનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. અનેક ખેડૂતોના નામ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ચીકટીયા ગામમાં લોકોએ પણ પોતાની વેદના ઠાલવી કે સરકારની હજુ સુધી સહાય મળી નથી. ત્યારે ફરી સરવે કરી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માગ કોંગ્રેસે કરી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
