તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની માગ પર અડગ:રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરતા ખેડૂતોને નુકસાની ભોગવવી પડી :શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પાક વીમા યોજનાને લઈ પ્રહાર

અમદાવાદ : રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજ સામે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની માગ પર અડગ છે. કમોસમી વરસાદે તારાજીમાંથી ખેડૂતને બેઠો કરવા સરકારે 10 હજાર સહાય પેકેજ તો જાહેર કર્યું છે પરંતુ તેમાં મહત્તમ 2 હેક્ટર સુધી જ સહાયની જોગવાઈ કરાતા કોંગ્રેસ પેકેજને અપૂરતું ગણાવ્યું છે અને ખેડૂતને તમામ દેવું માફ કરવાની માગ દોહરાવી છે.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પાક વીમા યોજનાને લઈ પ્રહાર કરતા નિવેદન કર્યું કે રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તેથી સરકાર જ વળતર ચૂકવે કોંગ્રેસે ખેડૂતોની સાથે અમરેલીમાં ધરણા અને ટ્રેક્ટર રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
