<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

હીરામણિ શાળાના અવધ અમીનને નેશનલ ગોલ્‍ડ મેડલ

 

રાજકોટ, અમદાવાદની હીરામણિ પ્રાયમરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)માં ભણતાં આર્યન અવધ અમીન સતત ત્રીજીવાર ૧૬મી નેશનલ કુડો (માર્શલ આર્ટ) અન્‍ડર-૧૧ (બોયઝ)માં પ્રથમ વિજેતા બની ગોલ્‍ડ મેડલ મેળવી હીરામણિ સ્‍કૂલનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્‍ટનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્‍યું હતું. આ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ સંસ્‍થાના પ્રમુખ અને રાજ્‍યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડૉ.વરુણ અમીન, આચાર્યા પિનાક્ષીબેન અને કૉ-ઓર્ડિનેટર કેતન ભટ્ટે અભિનંદન આપ્‍યા હતાં.

(3:15 PM IST)