તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
રાજ્યમાં શિયાળાના ટકોરા :આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.
કચ્છ જિલ્લામાં વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ:સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ : નલિયામાં તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર

અમદાવાદ : ગુજરાતમાં પણ માવઠાની અસર ઓછી થતા જ શિયાળાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. ગુરુવાર રાત્રે કચ્છના નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. નવેમ્બર મહિનામાં સામાન્ય ઠંડીનો અનુભવ થશે, પરંતુ ડિસેમ્બરની શરૂઆત અત્યંત આકરી સાબિત થઈ શકે છે.
હાલમાં કચ્છ જિલ્લામાં વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડક હોય છે જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. નલિયામાં તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થતાં તે રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું હતું. તેની સામે, ભુજમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ મથક હતું.
રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમરેલીમાં 18.4 ડિગ્રી, ડીસામાં 18.8 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, રાજકોટમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20.2 ડિગ્રી, વડોદરામાં 20.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી અને ભાવનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
