News of Friday, 7th November 2025
ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ ગોકુળ ઠાકોરની ધરપકડ: 26 શિક્ષકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ
2016 થી 2022 દરમિયાન 2 કરોડ થી 12 લાખની ઉચાપત કરવાનો આરોપ :પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોર તેમજ ક્લાર્ક પંકજ પરમારની ધરપકડ

ખેડાના ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોરની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ પૂર્વ પ્રમુખ પર ખેડામાં ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સરકારી શાળાના 26 શિક્ષકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
2016 થી 2022 દરમિયાન 2 કરોડ થી 12 લાખ રૂપિયાની રકમનો ઉચાપત કરવાનો આરોપ છે. આ મામલે પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોર તેમજ ક્લાર્ક પંકજ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સભાસદોના ખાતામાંથી બારો બાર લોન લઇ ઉચાપત કર્યાનો આરોપ છે.
આ કેસમાં હાઇકોર્ટના હુકમ બાદ ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં આ તમામ શિક્ષકોએ લોન આપ્યાના કોઈપણ પુરાવા રજૂ કર્યા ન હતા. તે દરમિાયન ઠાસરા ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના તત્કાલીન મંત્રી ફરિયાદ નોંધાવી હતી.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
