તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
વોટ ચોરીના મુદ્દે ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓએ દેખાવો કર્યા: પોલીસે અટકાયત કરી
"વોટ ચોર ગદ્દી છોડ"ના બેનર સાથે કાર્યકર્તાઓએ રસ્તા રોકવાનો પ્રયાસ; પોલીસે કાર્યકર્તાઓેને પકડી-પકડીને પોલીસ વાહનમાં ધકેલ્યા

અમદાવાદ ;વોટ ચોરીના મુદ્દે હાલ રાજકારણની સાથે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ આ મુદ્દે દેખાવો થયા હતા. ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUI (રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ)ના કાર્યકર્તાઓએ આ દેખાવો કર્યા હતા. જેમાં "વોટ ચોર ગદ્દી છોડ"ના બેનર સાથે કાર્યકર્તાઓએ રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ દેખાવો દરમિયાન પોલીસે કાર્યકર્તાઓેને પકડી-પકડીને પોલીસ વાહનમાં ધકેલ્યા હતા. દરમિયાન કાર્યકર્તાઓ "વોટ ચોર ગદ્દી છોડ"ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
