<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ભરૂચની કાશીમા હોસ્પિટલનું આરોગ્ય વિભાગે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી

ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફાયર વિભાગને ન આપ્યું હોવાથી ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી

ભરૂચની કાશીમા હોસ્પિટલનું આરોગ્ય વિભાગે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની ચકાસણી કરી હતી. કાશીમા હોસ્પિટલ તરફથી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફાયર વિભાગને ન આપ્યું હોવાથી ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી છે..

 

(8:31 PM IST)