<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વલસાડ તાલુકામાં DRIની રેડ બાદ વધુ એક ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાઈ

ચીખલા ગામ નજીક નેશનલ હાઇવે 48 પાસે આવેલી ફેક્ટરી પર વલસાડ SOG દ્રારા રેડ કરીને કાર્યવાહી

વલસાડ જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વલસાડ તાલુકાના ચીખલા ગામ નજીક નેશનલ હાઇવે 48 પાસે આવેલી ફેક્ટરી પર વલસાડ SOG દ્રારા રેડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલ મિક્સ કરીને પાવડર ફોમના રૂપમાં માદક પદાર્થ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મોટાપાયે પાવડર ફોમ કબ્જે કરીને તેના સેમ્પલ લઈ વધુ તપાસ માટે FSL ખાતે મોકલી આપ્યા છે. સાથે જ કંપનીમાં લગાવવામાં આવેલી મશીનો, કેમિકલ અને અન્ય સામગ્રી સહિત રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની કોઈપણ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. પોલીસે ફેક્ટરીના સંચાલક સહિત ચાર કામદારોને અટકાયત કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:54 AM IST)