<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

અમદાવાદમાં પાલતુ શ્વાન માટે બે હોસ્ટેલ બનાવવા નિર્ણય

શહેરમાં વધી રહેલી ડોગ બાઈટ અને એટેકના કિસ્સાને લઈને મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં વધી રહેલી ડોગ બાઈટ અને એટેકના કિસ્સાને લઈને મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાલતુ શ્વાન માટે બે હોસ્ટેલ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે પણ આ પ્રકારની ઘટના બને ત્યારે શ્વાનને 15 દિવસ માટે હોસ્ટેલમાં રાખવામાં આવશે. શ્વાન જ્યારે નોર્મલ થાય ત્યારે જ ત્યાંથી તેને છોડવામાં આવશે. આ ઉપરાંત UHC અને CHCમાં ડોગ વેક્સિન ઉપલબ્ધ કરાશે. 

(11:27 PM IST)