<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

'લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન નહીં આપવું' :સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી ભારે વિવાદ સર્જયો

છાત્રાલયના ભુમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેલ સાંસદ ગેનીબેન ઠાકોરે, સમાજના ટીકાકાર નેતાઓને ટાંકીને આ નિવેદન કર્યુ

પાટણના સાંસદ ગેનીબેન ઠાકોરના એક નિવેદને ભારે વિવાદ સર્જયો છે. ગેનીબેન ઠાકોરે, ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં એવુ નિવેદન કર્યું હતું કે,  લુખ્ખાઓને સ્ટેજ પર સ્થાન નહીં આપવું.  છાત્રાલયના ભુમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેલ સાંસદ ગેનીબેન ઠાકોરે, સમાજના ટીકાકાર નેતાઓને ટાંકીને આ નિવેદન કર્યુ હતુ. ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષોના આગેવાનો અને નેતાઓ  ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવ સહિતના નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. 

ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઠાકોર સમાજના કેટલાક નેતાઓની સૂચક ગેરહાજરીથી રાજકારણ ગરમાયું હતું. ગેરહાજર રહેલા સમાજના નેતાઓને ટાંકીને ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન હોવાનું ચર્ચાઈ રહ્યું છે

 

(5:49 PM IST)