તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
કાલે ભાજપ દ્વારા ગુજરાતમાં ‘વંદે માતરમ...' સામુહિક ગાન કાર્યક્રમ
બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા રચીત ભારતના વંદે માતરમ રાષ્ટ્રગીતને ૭ નવેમ્બરના રોજ ૧૫૦ વર્ષ પુર્ણ થવાના અવસરે સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાતમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર,સાબરમતી આશ્રમ સહિત ૧૦ સ્થળો પર અંદાજે ૧૫૦થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સમુહ ગાન યોજાશે : વંદે માતરમ ક્ ૧૫૦ના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગાંધીનગર વિદ્યાનસભા પરિસર ખાતે તેમજ પ્રદેશ અધ્ય જગદીશભાઇ વિશ્વકર્માજી સરાઇ-ઉમરગામ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વંદે માતરમ ગીતના સમુહ ગાન માટે ઉપસ્થિત રહેશેઃ કાલે વંદે માતરમ સામુહીક ગાન માટે સરકારી કચેરી ૯.૩૦ વાગ્યે ખુલ્લી જશેઃ એક કલાક વહેલી ખુલ્લીને એક કલાક વહેલી બંધ થઇ જશે

અમદાવાદ, તા. ૬: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા વંદે માતરમની ૧૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ૭ નવેમ્બરના રોજ રાષ્ટ્રગીત વંદે માતરમ ને ૧૫૦ વર્ષ પુર્ણ થવાના અવસર પર ભવ્ય સમુહગાન શાળા, કોલેજો, સરકારી કચેરી તેમજ જાહેર સ્થળે અને પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે યોજાશે. ૭મી નવેમ્બરે નક્કી કરાયેલા દરેક સ્થળોએ ૧૦.૩૦ કલાકે અંદાજે ૧૫૦ થી વધુ લોકોની ઉપસ્થિતિમાં વંદે માતરમનુ સમુહ ગાન ગવાશે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગાંઘીનગર વિઘાનસભા પરિસર ખાતે તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી સરાઇ - ઉમરગામ અને સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સુર્ય મંદિર, પાલ ચિતરિયા, રાણીની વાવ,કરમસદ, માનગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વરાજ આશ્રમ ખાતે સમુહ ગાન યોજાશે.
બંકિમચંદ્ર ચટોપાધ્યાયે વંદે માતરમ ગીતની રચના કરી હતી અને તેમને તેમની નવલકક્ષા આનંદમઠ માં વંદેમાતરમ ગીત લખ્યુ હતું જે ૭મી નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થયું હતું. વંદે માતરમ ગીતે સ્વાતંત્ર્ય આંદોલનના સમયમાં દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના વધુ મજબૂત બનાવી હતી. યુવા પેઢી દેશનો ઇતિહાસ અને આઝાદી સમયના દિવસોને યાદ કરી દેશની આઝાદીમાં જેમણે બલીદાન આપ્યુ છે તેમના વિશે પણ જાણે સાથે યુવાનોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી વંદે માતરમનુ ગાન સમુહમાં કરવામાં આવનાર છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
