તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની આગાહી:સિસ્ટમ સક્રિય નહીં હોવાથી માવઠાનું સંકટ ટળ્યું : વરસાદની શક્યતા નહિવત
સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી શકયતા: આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. આજે મહત્તમ તાપમાન યથાવત રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે. તેમજ લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ચોંકાવનારી આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
