તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
લા-નીનાનો પહેલો થ્રેશોલ્ડ હાંસલ થયો, આમ છતાં શિયાળા દરમ્યાન વિધિવત રીતે લા-નીના પ્રસ્થાપિત નહિં થાય
હજુ આજ પરીસ્થિતિ ૪ મહિના રહેતો જ સંપૂર્ણ પણે લા-નીના ગણાયઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ જણાવે છે કે ભારત મેટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) સહિત અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ૨૦૨૫૨૬ ના ભારતીય શિયાળામાં La Nia વિકસવાની શક્યતા દર્શાવી હતી. NOAA ના માપદંડના આધારે મારી વિશ્લેષણ નીચે મુજબ છે.
ENSO એ ગર્ભ ધારણ કર્યું La Nia હવે ગર્ભમાં! પરંતુ ૨૦૨૫૨૬ ના ભારતીય શિયાળામાં સંપૂર્ણ La Nia થિયોરેટીકલી શક્ય નથી
(NOAA ના નિયમો પર આધારિત)
ASO (August September October) માટે ONI ૦.૫ 0C પર પહોચી ગયો છે એટલે કે La Niaનો પહેલો thresh hold પ્રાપ્ત થયો.
ખરેખર ગણતરી પ્રમાણે ONI ૦.૪૫૩ 0C હતો, પરંતુ NOAA ની round કરવાની પ્રણાલી મુજબ તેને ૦.૫ 0C ગણવામાં આવ્યો.
આને સહજ ભાષામાં કહીએ તોઃ ENSOએ દીકરીનો ગર્ભ ધારણ કર્યો છે અને ઓક્ટોબર ૨૦૨૫ના અંત સુધી ગર્ભ માત્ર એક મહિનાનો થયો છે.
La Nia Þõ ‘‘જન્મ'' માટે ગર્ભ પાંચ મહિના રહેવો જોઈએ. (પાંચ ૩-મહિના overlap પિરિયડ સતત thresh hold હેઠળ રહેવા જરૂરી છે).
NOAA મુજબ સંપૂર્ણ La Nia ક્યારે ગણાય?
El Nio ONI = +૦.૫ 0C, La Nia ONI = +૦.૫ 0C
સમગ્રપણે માન્ય La Nia માટે
ઓછામાં ઓછા ૫ સતત ંverlap થતાં ત્રણ મહિનાના પિરિયડ thresh hold હેઠળ હોવા જોઈએ.
ASO ૨૦૨૫ પ્રથમ પિરિયડ છે, એટલે આગળના ચાર પિરિયડ જરૂરી છેઃ SON OND NDJ DJF (૨૦૨૫૨૬) આ પાંચેય = 0.5 0C રહેશે ત્યારે જ NOAA તેને પૂર્ણ La Nia તરીકે જાહેર કરશે.
શા માટે સંપૂર્ણ La Nia ફેબ્રુઆરી પહેલાં થિયોરેટીકલી બની જ શકતી નથી? પૂર્ણ La Nia ફેબ્રુઆરી ૨૦૨૬ના અંત પહેલા થિયોરેટીકલી શક્ય નથી. કારણ કેઃ ASO ૨૦૨૫ પહેલો માન્ય overlap પિરિયડ છે તેના પછી SON OND NDJ DJF મળી કુલ ૫ પિરિયડ પૂર્ણ થશે
આ પાંચમો પિરિયડ (DJF) ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતે પૂરો થશે અટલે કે NOAA નિયમ મુજબઃ ફેબ્રુઆરી ૨૦૨૬ના અંત પહેલાં સંપૂર્ણ La Nia જાહેર થવી શક્ય જ નથી.
આથી, ભારતીય શિયાળો (ડિસેમ્બરફેબ્રુઆરી) પૂરો થઈ ગયો હશે, અને ત્યાર બાદ જ La Nia ‘‘જન્મે'' તેવી શક્યતા છે.
જો thresh hold માત્ર ૪ અથવા ઓછા પિરિયડ માટે જ પૂર્ણ થાય, તો આ સમગ્ર સમયગાળો ઐતિહાસિક રીતે ENSO Neutral ગણાય.
La Niaનો પહેલો thresh hold તે પણ માંડ માંડ NOAAની round કરવાની રીતને કારણે ONI 0.5 0C દેખાય છેઃ
ઓગસ્ટ anomaly: 0.36 0C, સપ્ટેમ્બર anomaly: 0.47 0C, ઓક્ટોબર anomaly: 0.53 0C
ASO સરેરાશ = ૦.૪૫૩ 0C, પણ round થઈને ૦.૫0C
આ round-off ને કારણે near miss La Nia હવે threshold achieved માં પરિવર્તિત થયું એટલે કે સંકેત માંડ માંડ થયો .
ONI કેવી રીતે નક્કી થાય? ONI એ Nio 3.4 રીજનનું ૩-મહિનાનું ચલ સરેરાશ SST anomaly છે, જે ERSST.v5 ડેટાસેટ પરથી લેવામાં આવે છે. ENSOની official વ્યાખ્યા NOAA માત્ર આ ONI અને તેના સતત season-to-season trend પર આધારિત રાખે છે
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
