તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th November 2025
ફિલપકાર્ટે રાજ્યભરમાં ડિજિટલ વિકાસ અને નવી રોજગાર તકોને પ્રોત્સાહન આપ્યું

(કેતન ખત્રી) અમદાવાદઃ ભારતનું અગ્રણી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફિ્લપકાર્ટ ગુજરાતમાં પોતાની સક્રિયતા સતત વધારી રહ્યું છે અને રાજ્યની આર્થિક પ્રગતિ તેમજ ઉદ્યોગસાહસિક ભાવનાઓમાં યોગદાન આપી રહ્યું છે. વેચાણકર્તાઓના વધતા નેટવર્ક, મજબૂત લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમાવેશક પહેલો દ્વારા ફિ્લપકાર્ટ સમગ્ર ગુજરાતમાં એમએસએમઇ અને કારીગરોથી લઈને ખેડુતો અને મહિલા ઉદ્યોગસાહસિકોસુધી સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવી રહ્યું છે.
ફિ્લપકાર્ટ ગ્રુપના ચીફ કૉર્પોરેટ અફેર્સ ઓફિસર રજનીશ કુમારે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાત હંમેશાઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સમાવેશક વિકાસનો સમર્થક રહ્યું છે. આ જ મૂલ્યો ફિ્લપકાર્ટના તે મિશનને આગળ ધપાવે છે, જેના અંતર્ગત અમે ટેકનોલોજી અને નવીનતા દ્વારા વાણિજ્યને વધુ સુલભ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજ્યમાં અમારી વધતી ઉપસ્થિતિ સ્થાનિકસમુદાયોને સશક્ત બનાવવાની, એમએસએમઇઅને કારીગરોને મજબૂત બનાવવાની, તેમજ રોજગાર સર્જન અને ગ્રાહકોને વધુ મૂલ્ય આપતી કાર્યક્ષમ સપ્લાય ચેઇનના નિર્માણ માટેની અમારી દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબછે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
