તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની સંભાવના
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરી નથી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે, 5 નવેમ્બરના રોજ, ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. 5 નવેમ્બર બાદ 6 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરી નથી
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
