News of Tuesday, 4th November 2025
રાજયમાં ઠંડીનો ધીમા પગલે થશે પગપેસારો : લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે
અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં રાત્રી અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે

અમદાવાદ :ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. છૂટાછવાયા સ્થળોએ થઇ રહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે પણ રાજ્યના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં રાત્રી અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. શહેરનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ હતું.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
