તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
કરોડોના સાયબર ફ્રોડ : સુરત સાયબર ક્રાઈમે બનાસકાંઠા પંથકમાં
વિશેષ ઓપરેશનમાં માસ્ટર માઈન્ડ પરેશ મોદીને ઝડપી લીધો દેશભરમાં ૧૭૯ ગુન્હા દાખલ, ૧૦૬ ખાતાઓ મળ્યા, ૬૯ વર્ચ્યુલ શંકાસ્પદ નંબરોની સઘન તપાસ, આખું ગુજરાત હચમચી જાય તેવું ડીસીપી બિશાખા જૈનના નેતળત્વ હેઠળની ટીમની તપાસમાં ખુલ્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા વ્યક્ત થયેલ આશંકા આધારે સીપી દ્વારા જોઇન્ટ સીપી ક્રાઇમના માર્ગદર્શનમાં ૧૦ ટીમો દ્વારા આ પહેલા અન્ય આરોપીઓને સકંજામાં લેવડાવ્યા છે, વધુ એક સફળતા સૌરાષ્ટ્ર કનેક્શન પણ ખૂલ્યું... એસીપી શ્વેતા ડેનિયલ વિગેરે એકશન મોડમાં, પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી.નાયક ટીમને મોટી સફળતા..સીપી દ્વારા અભિનંદન

રાજકોટ, તા., ૪ : સુરતમાં મોટા પાયે બોગસ કંપનીઓ દ્વારા એની લોકોને લાલચ આપી પોતાની સાથે મેળવી બોગસ ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કરતી દેશ વ્યાપી ચિટર ગેંગ આવી હોવાની શંકા પોતાના ib કાર્યકાળને કારણે કેન્દ્રની વિવિધ એજન્સીઓ સાથે જેમના ખૂબ સારા કોન્ટેક્ટ છે તેવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સમક્ષ શંકા વ્યક્ત કરતા, પોલીસ કમિશ્રરે આ બાબતની ગંભીરતા સમજી તાકીદે ક્રાઇમ બ્રાંચ વડા રાઘવેન્દ્ર વસ્ત સાથે ચર્ચા કરી સાયબર ક્રાઈમના નાયબ પોલીસ કમિશનર વીશાખા જૈનના નેતળત્વમાં acp શ્વેતા ડેનિયલ ટીમને જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય ફરી એક વખત સાર્થક પુરવાર થયો છે.
ડીસીપી વિશાખા જૈને દ્વારા ૧૦ જેટલી ટીમોને સુરતના વિવિધ વિસ્તારો લોકેટ કરી સરપ્રાઈઝ ચેકીંગ કરાવતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ બહાર આવતા આ પહેલા ૪ આરોપી પકડાયા પછી વધુ એક માસ્ટર માઈન્ડ જેવા આરોપીને બનાસકાંઠાના ડીસા પંથકમાંથી ઝડપી લેવાયાનુ અકિલા સાથેની વાતચીતમાં નાયબ પોલીસ કમિશનર વિશાખા જૈન દ્વારા જણાવાયું છે.
અટક કરેલ નાસતો ફરતો આરોપી પરેશકુમાર - વિનોદભાઇ અમરતભાઇ મોદી ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે. વાડીવિસ્તાર ગામ-ભીલડી, તા.ડીસા, જી.બનાસકાંઠા.
આરોપીની ગુન્હામાં ભુમીકા (૧) આ આરોપી ઉપરોક્ત ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓ પાસેથી બેંક ખાતાઓની વિગતો મેળવી તેના આધારે આરોપીઓને પેમેન્ટ સ્વીકારવા માટેના કયુ.આર.કોડ કમિશન મેળવી બનાવી આપતો હતો.
૨) આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલ ફોનમાં કુલ- ૬૯ વર્ચ્યુઅલ મોબાઇલ નંબરો મળી આવેલ છે.
૩) આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલ ફોનમાં કુલ- ૧૦૬ બેંક ખાતાઓ મળી આવેલ છે આ બેંક ખાતાઓ નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા ઇન્વેસ્ટમેન્ટ ફોડ, લોટરી ફ્રોડ, જોબ ફોડ, UPI ફ્રોડ, શોપીંગ ફ્રોડ, બુકીંગ ફ્રોડ, IPO ફોડ, ક્રિપ્ટો ફોડ, OTP ફ્રોડ, શોપીંગ ફોડ, કોલ ફ્રોડ, ફેક આઇડેન્ટી ફોડ, ડીઝીટલ એરેસ્ટ ફોડ વગેરે પ્રકારની એમ.ઓ. વાળા ફોડમાં કુલ ૧૭૯ દેશના વિવિધ રાજ્યોમાં દાખલ થયા છે, કુલ ફ્રોડની રકમ આંખો ફાટી જાય તેટલી છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
