તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
સ્નેહમિલનમાં સ્વદેશીનો સૂરઃ ભાજપ શાસનની સિધ્ધિઓ વાગોળતા નરહરિ અમીન-પ્રેરક શાહ

રાજકોટ, તા.૪: કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ટ નરોડા વોર્ડમાં તોહમિલન સંમેલન યોજવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન પદે રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન અને કર્ણાવતી મહાનગરના ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક ભાઈ શાહ, તથા નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણીજી ઉપસ્થિતિ રહ્યા હતા.
જેમાં સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, GST બચત અભિયાન તેમજ કેન્દ્ર અને રાજ્યની સરકારના સુશાસન વિશે માહિતી આપવામાં આવી.
આ તોહમિલન સમારંભમાં કર્ણાવતી શહેર ભાજપ મહામંત્રી પરેશભાઈ લાખાણી, એએમટીએસના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ, નરોડા વોર્ડ પ્રમુખ કિરણભાઈ રાવલ, નરોડા વોર્ડના મહામંત્રીઓ, નરોડા વોર્ડના કોર્પોરેટરો શહેર હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બુથના પ્રમુખો તથા સિનિયર કાર્યકર્તા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
