<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા :સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના : આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવવાની શક્યતા: 2 દિવસ બાદ વરસાદી માહોલથી રાહત મળી શકશે

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. 2 દિવસ બાદ વરસાદી માહોલથી રાહત મળી શકશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે ચાલુ વર્ષે પડેલા વરસાદે છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. પરંતુ આ વર્ષ 1 ઓક્ટોબરથી 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જે 4 વર્ષ કરતા વધુ છે.

(11:39 AM IST)