<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ :સૌથી વધુ અંજારમાં 3.19 ઈંચ ખાબક્યો

વડોદરાના કરજણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો :ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે. અંજારમાં છેલ્લા 24 કલાકમાં 3.19 ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના કરજણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અડધાથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સૌથી વધારે કચ્છના અંજારમાં વરસાદ ખાબક્યો છે. તેમજ કરજણમાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે

(11:38 AM IST)