News of Tuesday, 4th November 2025
અમદાવાદમાં ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્નીને છરી મારી
છેલ્લા દોઢ વર્ષથી બંને પ્રેમ લગ્ન કર્યા હતા :યુવતીને સાસરિયા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતી હોય ચાર મહિનાથી પોતાના માતા પિતા સાથે રહેતી હતી.

અમદાવાદમાં ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્નીને છરી મારી હતી.. પત્નીના ગળા અને હાથના ભાગમાં છરી મારી હતી મયંક પટેલ નામના યુવક દ્વારા છરી મારવામાં આવી. છેલ્લા દોઢ વર્ષથી બંને પ્રેમ લગ્ન કરી સાથે રહેતા હતા. યુવતીને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતી હતી. ચાર મહિનાથી યુવતી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. સાંજના સમયે યુવતી કામ માટે બહાર નીકળતા મયંકએ હુમલો કર્યો હતો . યુવતીના માતા પિતા દ્વારા અગાઉ પણ આરોપી અને તેના ઘરના સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે .
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
