<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મહાનગર પરિષદ ગુજરાતના મંત્રી તરીકે રાજકોટના નીના વજીરની વરણી

રાજકોટઃ ગુજરાતમાં જૂના અને સૂચિત ૯ મળી હાલ ૧૯ મહાનગર પાલિકા અસ્‍તિત્‍વમાં છે જેની ચૂંટણી જાન્‍યુઆરી/ફેબ્રુઆરી ૨૦૨૬ માં થનાર છે. ગુજરાતની નવી મહાનગર પાલિકાના શહેરી મતદારોનું વર્ગીકરણ જોતા વિધાનસભાના ૧૮૨ ધારાસભ્‍યો પૈકી ૧૨૧ થી વધુ ધારાસભ્‍યો હવે શહેરી વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરશે.

 વર્તમાન આ સંસ્‍થાના પદાધિકારી તરીકે પ્રથમ પ્રમુખ સુરતના પૂર્વ મેયર અને ભાજપના પ્રદેશ મહિલા અગ્રણી શ્રીમતિ હેમાલી બોઘાવાલા ઉપપ્રમુખ તરીકે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણાના ધર્મપત્‍ની અને મહિલા અગ્રણી શ્રીમતિ અંજના મકવાણા છે, તરુણભાઇ બારોટ કે જેઓ પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટના સુપુત્ર અને બક્ષીપંચ સમાજના  જુના જનસંઘી તેમજ ભારત સેવા કેન્‍દ્ર ગાંધીનગરના સ્‍થાપક ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે, બગદાણા આશ્રમના મેનેજીંગ ટ્રસ્‍ટી અને પૂર્વ ધારાસભ્‍ય જનકભાઈ કાછડીયા (બગદાણા) ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે, ભાવનગરના પૂર્વ મેયર અલંગ ઓથોરિટીના ચેરમેન જુના જનસંઘી ગિરીશભાઈ શાહ સંકલન સમિતિના કન્‍વીનર તરીકે સેવા આપે છે, રાજકોટ મહાનગર ભાજપના પ્રમુખ સંઘ અને જનસંઘ પરિવારના શ્રી માધવ દવે આંતરીક ઓડિટર તરીકે સેવા આપે છે, માનદ મંત્રી તરીકે મુકેશ સખીયા કે જેઓ રાષ્ટ્રિય સ્‍તરે અને રાજ્‍ય સ્‍તરે સરપંચો સહિત અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે, સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય અને રાજ્‍ય સ્‍તરે અનેક એવોર્ડ જીતનાર રાજકોટ ભાજપ મહિલા મોરચાના અગ્રણી અને પૂર્વ મંત્રી , જ્ઞાતિ રતન એવોડ થી સન્‍માનિત શ્રીમતિ નીના બેન વજીર મંત્રી તરીકે સેવા આપે છે, તેઓ રાજકોટ માં ૩૫ વર્ષ થી અનેક સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે . ?ષિવંશી સમાજના ભામાશા પ્રદેશ બક્ષીપંચ મોરચાના આગેવાન અને પ્રખર જનસંઘી શ્રી રામજીભાઈ પાડલીયા ના સુપુત્ર એવા શ્રી હેમરાજ પાડલીયા મંત્રી તરીકે સેવા આપે છે, પૂર્વ રાજકોટ જિલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ઉમિયા પરીવારના પ્રદેશ મહિલા અગ્રણી અને શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના ધર્મપત્‍નિ શ્રીમતી જ્‍યોત્‍સનાબેન અમૃતિયા ખજાનચી તરીકે સેવા આપે છે, રાષ્ટ્રીય અને રાજ્‍ય સ્‍તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટ્રેનર અને ઉચ્‍ચ સરકારી અધિકારી શ્રીમતી નિલાબેન પટેલ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે અને શ્રીમતી ઇલાબેન આચાર્ય કે જેઓ જાણીતા પર્યાવરણવિદ હોમ ગાર્ડન અને બોનસાઇ વૃક્ષોના આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિ ધરાવતા અનેક એવોર્ડ વિજેતા મહિલા અગ્રણી પણ કારોબારી સદસ્‍ય તરીકે સેવા આપે છે.

(11:25 AM IST)