તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 4th November 2025
રાજ્યની ૨૦૦થી વધારે કોલેજોમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવવા કોઈ પ્રોફેસર તૈયાર નથી
વર્ષ ૨૦૧૮ પહેલાં પ્રોફેસરમાંથી પ્રિન્સિપાલ બને તો અગાઉની રજાઓને સળંગ ગણીને રોકડમાં રૂપાંતર અપાતું હતું : હાલમાં પ્રોફેસરમાંથી પ્રિન્સિપાલ બન્યા બાદ અગાઉની રજાઓ જતી કરવી પડે તેવી સ્થિતિ હોવાથી કોઇ તૈયાર થતું નથીઃ ૫૦થી વધારે પ્રિન્સિપાલે પોતાની રજાઓનો લાભ જતો કરીને નિવૃત્ત થવું પડયુ,એસો. દ્વારા રજૂઆત કરવામાં આવો

અમદાવાદ તા.૪: રાજ્યની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ૨૦૦થી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી છે. અનેક પ્રોફેસર હાલમાં પ્રિન્સિપાલની જગ્યા માટે લાયક હોવાછતાં વિશેષ લાભ મળવાના બદલે નુકશાન થતું હોવાથી કોઈ તૈયાર થતું નથી. સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮થી લાગુ કરવામાં આવેલા નવા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં ન આવે તો આગામી દિવસોમાં પણ પ્રિન્સિપાલ મળી શકે તેમ નથી.
ગુજરાત યુનિવર્સિટી સહિતની અનેક સરકારી કોલેજો સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની જેટલોમાં પણવી પ્રિન્સિપાલની જગ્યા ખાલી છે. સૂત્રો કહે છે કે, ૨૦૦થી વધારે કોલેજોમાં પ્રિન્સીપાલ નથી. આ પ્રકારની સ્થિતિનું મુખ્ય કારણ એ છે કે, હાલમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલના પગારમાં કોઈ તફાવત નથી. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮થી અભ્યાપકોની રજાઓના રોકડમાં રૂપાંતરનો જે લાભ મળતો હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે કોઈ અધ્યાપક ૩૦ વર્ષ સુધી નોકરી કર્યા બાદ ૧૫૦ રજાઓ ભેગી થઈ હોય
અને તે પ્રિન્સિપાલ બને તો તેને જૂની રજાઓને કોઇ લાભ આપવામાં આવતો નથી. જેના કારણે છેલ્લા ત્રણ કે ચાર વર્ષ માટે પ્રિન્સિપાલ બની ને આગળની રજાઓના રોકડમાં રૂપાંતરનો લાભ કોઈ જાતો કરવા તૈયાર નથી. પ્રિન્સિપાલ કહે છે કે, વર્ષ ૨૦૧૮ પહેલા રજાઓનું રોકણમાં રૂપાંતર કરીને લાભ આપવામાં આવતો હતો. આ ઉપરાંત રજા બાકી હોયતો તેને સળંગ નોકરી ગણીને લાભ આપવામાં આવતો હતો. વર્ષ ૨૦ ૧૮ પછી આ લાભ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
જેના કારણે હવે કોઈપણન્ન અધ્યાપક પ્રોફેસર બનવાં તૈયાર નથી. મહત્વની વાત એ કે, અત્યાર સુધીમાં એટલે કે વર્ષ ૨૦૧૮પછી ૫૦થી વધારે પ્રિન્સિપાલ એવા છે કે જેઓએ રજાનો રોકડમાં રૂપાંતરનો લાભ જતો કરવો પડયો છે. આમ, હાલમાં જે પ્રોફેસર જુદી જુદી કોલેજમાં પ્રિન્સિપાલ બનવા માટે લાયક છે તેઓ પ્રોફેસર અને પ્રિન્સિપાલની સળંગ નોકરી ગણીને રજાઓનું રોકડમાં રૂપાંતરનો લાભ ન મળે તો પ્રિન્સિપાલ બનવા માટે તૈયાર નથી. પ્રિન્સિપાલ એસો. દ્વારા આ મુદ્દે સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજુસુપી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં જ એસોસીએશન દ્વારા નવા શિક્ષણમંત્રીને મળીને આ મુદ્દે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રિન્સિપાલ તરીકે પ્રમોશન લેવા તૈયાર નથી
રાજ્યની કેટલીક ગ્રાન્ટેડ કોલેજોમાં હાલમાં સિનિયર પ્રોફેસર પ્રિન્સિપાલ બની શકે તેમ છે, પરંતુ વધારાની કામગીરી માટે પગારમાં કોઈ વિશેષ લાભ નહીં મળવાની સાથે રજાઓનું રોકડમાં રૂપાંતરનો લાભ ગુમાવવો પડતો હોવાથી કેટલાક અધ્યાપકો જાણી જોઇને પણ પ્રમોશન લેવા કે નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. અધ્યાપકો કહે છે કે, આર્થિક નુકસાન સહન કરવાની સાથે સાથે કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો કરવા પડે તેમ હોવાથી તરીકે જ નિવૃત્તિ મળે તેવી ઇચ્છા મોટાભાગના અધ્યાપકો રાખે છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
