તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
રાધનપુર ઠાકોર સમાજનો લગ્નમાં થતા ખોટા ખર્ચને લઈ મોટો નિર્ણય: ડીજે, હલ્દી રસમ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
જો આ સમાજમાંથી કોઈ નિયમોનો ભંગ કરશે તો તેને દંડનીય કાર્યવાહી થઈ શકે

પાટણના રાધનપુરના ઠાકોર સમાજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં લગ્નમાં થતા ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જો આ સમાજમાંથી કોઈ નિયમોનો ભંગ કરશે તો તેને દંડનીય કાર્યવાહી થઈ શકે છે. રાધનપુર ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં લગ્નમાં ખોટા ખર્ચ પર મુકાયો પ્રતિબંધ અને DJ, હલ્દી રસમ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સગાઈમાં યુવતીને મોબાઇલ ન આપવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં મામેરામાં 11 હજારથી 1 લાખ સુધી રોકડ આપવી તેવી વાત સામે આવી છે.
રાધનપુર ઠાકોર સમાજની એક મિટીંગ મળી હતી અને તે મિટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને લગ્નને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ નિયમો બનાવ્યા છે અને તે નિયમોને લઈ પાલન કરવાનું રહેશે, જેમાં લગ્નમાં 5 થી 11 વ્યક્તિઓને જઈ શકશે અને આ નિયમ ભંગ કરનારને 11 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે, સર્વાનુમતે આ નિર્ણયને પસાર કરવામાં આવ્યો છે, લગ્નમાં થતા ખોટા ખર્ચા બંધ થાય અને રૂપિયાની બચત થાય તેને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
