તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
માવઠાને કારણે આણંદ જિલ્લાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન: કૃષિ લોન માફી અને યોગ્ય વળતર ચૂકવવા માગ
ખેડૂતોએ સરકારને તાત્કાલિક સરવે કરાવી સહાય ચૂકવવાની સાથે જ, ખેતી માટે લેવાયેલી કૃષિ લોન માફ કરવાની પણ માગ ઉઠાવી

આણંદ : માવઠાને કારણે આણંદ જિલ્લાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાક નાશ પામ્યો છે. ખેડૂતોએ પ્રતિ વીઘે આશરે ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને આશરે 50 હજારની આવકની આશા રાખી હતી. પરંતુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોએ સરકારને તાત્કાલિક સરવે કરાવી સહાય ચૂકવવાની માગ કરી છે. સાથે જ, ખેતી માટે લેવાયેલી કૃષિ લોન માફ કરવાની પણ માગ ઉઠાવી છે અને ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા છે સરવે પ્રક્રિયા માત્ર કાગળ પર જ ચાલે છે. હકીકતમાં કોઈ સહાય ચૂકવાતી નથી. ત્યારે હવે ખેડૂતોએ યોગ્ય વળતરની માગ કરી છે
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
