તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
પંચમહાલ ડેરીની પશુપાલકો માટે મોટી રાહતની જાહેરાત : પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઘટાડ્યો
પંચમહાલ ડેરી સંચાલિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી હવે પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવામાં આવશે.

અમદાવાદ :કમોસમી વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયાનો ઘટાડો કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાના મોરવા (રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો અને પશુપાલકોની રજૂઆત બાદ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આ જાહેરાત કરી હતી.
કમોસમી વરસાદના કારણે માત્ર ખેતીના પાકને જ નહીં, પરંતુ પશુઓના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને, પંચમહાલ ડેરી સંચાલિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી હવે પંચામૃત દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવામાં આવશે.
આ ભાવ ઘટાડાનો લાભ એકાદ-બે મહિના સુધી ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે. દાણના ભાવમાં કરાયેલા આ ઘટાડાની જાહેરાતને પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ ત્રણેય જિલ્લાના હજારો પશુપાલકોને મળશે રાહત મળશે. આ નિર્ણયથી આર્થિક બોજ હેઠળ દબાયેલા પશુપાલકોને મોટો ટેકો મળશે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
