તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd November 2025
અમદાવાદમાં 'મોજશોખ' માટે બાઇક ચોરી: શાહપુરના ૨ શખ્સો ચોરીના ૩ વાહનો સાથે ઝડપાયા
ઝોન-૭ LCB સ્કોડની સફળતા: યુવાનો મોજમજા કરવા માટે વાહનો ચોરીને ગીરવે મૂકતા હતા; ૬ અલગ-અલગ વાહન ચોરીના ગુના ઉકેલાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાહનચોરીના વધતા બનાવો વચ્ચે ઝોન-૭ LCB સ્કોડે મોટી સફળતા મેળવી છે. પોલીસે શાહપુર વિસ્તારના બે યુવાનો – મોહમદ રમજાન નાગોરી અને આયન શેખ – ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મોજશોખ પૂરા કરવા માટે શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતા હતા અને બાદમાં પૈસાની જરૂર પડ્યે તેને વેચી દેતા કે ગીરવે મૂકી દેતા હતા.
ડીસીપી શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ LCB સ્કોડના પીઆઈ વાય.પી. જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે કાગદી સ્મશાનગૃહ પાસેથી આ બંને આરોપીઓને ચોરીના વાહનો સાથે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ત્રણ વાહનો કબજે કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને છૂટક કામકાજ કરતા યુવાનોએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૬ વાહનોની ચોરી કરી હતી. તેમની ધરપકડથી રખિયાલ, નવરંગપુરા, સાબરમતી અને ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આરોપીઓએ પૈસાની સખત જરૂરિયાત હોવાથી એક ચોરીનું બાઇક નંબર પ્લેટ કાઢીને ગીરવે મૂકી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.
મોજશોખ અને તત્કાલીન આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે વાહનચોરીની ઘટનાઓ વધતી હોવાનું પોલીસનું માનવું છે, ત્યારે આ યુવાનોની ધરપકડથી શહેરમાં વાહનચોરીના બનાવો પર અંકુશ મેળવવામાં મદદ મળશે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
