<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠુ થવાની સંભાવના : અંબાલાલ પટેલની આગાહી

18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. બંગાળના ઉપસાગરમાં હજુ પણ ચક્રવાતો બનતા રહેશે. 15 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ થઈ શકે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનવું છે કે, આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠુ થવાની સંભાવના છે. આગામી 2 નવેમ્બરે દક્ષિણ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના તેમજ, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે.  મહેસાણાના, પંચમહાલ ના કેટલાક ભાગોમાં હજુ બે તારીખ સુધી કામોસમી વરસાદ રહેવાની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બે તારીખ સુધી વરસાદની શક્યતા રહેલી છે. 2 નવેમ્બર બાદ 5 નવેમ્બર સુધી હવામાનમાં ફેરફાર રહેશે. 7 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ રહેશે. રવિ પાકો માટે વાતાવરણ સારું રહેશે. સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે. બંગાળના ઉપસાગરમાં હજુ પણ ચક્રવાતો બબનતા રહેશે. 15 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે

 

(7:39 PM IST)