News of Friday, 31st October 2025
કોંગ્રેસનો સંકલ્પ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીવાર સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું : ભાજપના સરદારના વિચારો, કાર્યો અને નામ ભૂંસવાના ષડયંત્રને ક્યારેય સફળ નહિ થવા દઈએ : RSS સામે પ્રતિબંધ મુકવાની વાત સૌપ્રથમ સરદાર સાહેબે કરી'તી : સરદાર પટેલ જીવતા હોત તો સૌથી પહેલું આંદોલન ખેડુત માટે કરતા હોત : અમિતભાઈ ચાવડા
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત "સરદાર સાર્ધ શતાબ્દી પદયાત્રા” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી સહિતના ઉપસ્થિત

રાજકોટ તા.૩૧ : સરદાર પટેલજીની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત "સરદાર સાર્ધ શતાબ્દી પદયાત્રા” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે લોહપુરુષ સરદાર સાહેબની જન્યજયંતી અને લોખંડી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે બંનેને શત શત નમન, સરદાર સાહેબના નામે આજે કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે અને ખોટા ખોટા આક્ષેપો કરી રહ્યા છે. બિહારમાં ગૃહમંત્રી અમિત શાહે જે ભાષણ આપ્યું એના પરથી લાગે છે કે એમને ઇતિહાસ ખબર નથી સરદાર સાહેબ 25 વર્ષ ગુજરાત કોંગ્રેસના અઘ્યક્ષ હતા ભાગલાવાદી વિચારધારા વાળા લોકો સામે લડતા હતા અને RSS ની વિચારધારા સામે પ્રતિબંધ મુકવાની સૌપ્રથમ વાત કરી હતી
વધુમાં કોંગ્રેસની સરકારોના સમયમાં અમદાવાદમાં બે સ્ટેડિયમના નામ સરદાર સાહેબના નામે રાખવામાં આવ્યા સ્પીપાનું ( સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ) નામ કોંગ્રેસની સરકારમાં રાખવામાં આવ્યું અને જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આપવાની વાત કરી એનો સૌથી પહેલા વિરોધ નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
આજે આ ભાજપ અને RSS વાળા સરદાર સાહેબના વિચારો, કાર્યો અને નામ ભૂંસવાના પ્રયત્નો કરી રહ્યા છે હજુ કાલે જ ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક પોસ્ટ કરી ટ્વીટરમાં જેમાં પોતાના સાહેબને મોટા બતાવવા માટે સરદાર સાહેબની પ્રતિમાને ઝાંખી કરી દીધી આનાથી ભાજપની માનસિકતા સ્પષ્ટ થાય છે.
વધુમાં સરદાર સાહેબને ખેડૂતોના મસીહા કહેવાતા હતા અને
ખેડૂતોએ જ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું પણ આજે ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની હાલત કફોડી બની ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે, સરકાર એમની જમીનો હડપી રહી છે, પાકના યોગ્ય ભાવ નથી આપતી, એમની રજૂઆતો નથી સાંભળતી અને જો આજે સરદાર સાહેબ જીવિત હોત તો સૌથી પહેલું આંદોલન ખેડૂતો માટે કરતા હોત.
ભાગલાવાદી વિચારધારા ધરાવતા શાસકોએ કોંગ્રેસના સમયમાં જે સ્ટેડિયમનું નામ સરદાર પટેલ આપવામાં આવ્યું હતું એને બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે ત્યારે આજે સંકલ્પ લઈએ છીએ કે 2027માં કોંગ્રેસની સરકાર બનાવીને પહેલી જ કેબિનેટમાં ફરીવાર સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ કરવા ઠરાવ કરીશું અને નામ બદલીશું.
સરદાર સાહેબે અલગ અલગ રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં મોટો ભાગ ભજવ્યો અમુક ભાગલાવાદી વિચારધારા વાળા લોકોએ વારંવાર ભાગલા પાડવાની કોશિશ ત્યારે ઇન્દિરાજીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાની છાતીઓ પર 36 ગોળીઓ ઝીલી હતી અને દેશહિત માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા હતા ત્યારે ઇન્દિરાજીને પણ પુણ્યતિથિ નિમિતે શત શત નમન કરીયે છીએ.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, સેવાદળ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, પ્રદેશ મહામંત્રી હિમાંશુભાઈ પટેલ, SC વિભાગના ચેરમેન હિતેન્દ્રભાઈ પીઠડીયા, વરિષ્ઠ આગેવાનો અમિતભાઈ, રાજશ્રીબેન તેમજ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમ સૌમિલભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
