તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
શિક્ષણ જ્ઞાન અને સમજણ દ્વારા સારું જીવન જીવવાની પે્રરણા આપે છે- પૂ. નયશેખર મ.સા.
પૂ.આ.ભ.રત્નશેખરસૂરીશ્વર મ.સા.ની. ૫૦મી દિક્ષા તિથીઃ બાળકોને શિક્ષણકીટનું વિતરણ

રાજકોટઃ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના આથમણાપુરા ગામે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ એવં પ્રેમરત્ન પરીવાર નેજા હેઠળ માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરમહારાજાના ૫૦મી દીક્ષા તિથિ નિમિત્તે આથમણાપુરા પ્રાથમિક શાળામાં બાળક-બાલિકાઓ સ્કૂલ બેગ,બિસ્કિટ,ગરમ સ્વેટર,ટોપી, મોજા,કાનપટી,ચોપડા,શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવેલ.આ સંપૂર્ણ વિતરણનો લાભ કચ્છ કોડાય નિવાસી માતુશ્રી રંજનબેન ધનજી ભાણજી દેઢિયા,હસ્તે. કવિતાબેન કુલીનભાઈ દેઢિયા,પુત્ર-જીત,પુત્રવધુ- શ્રીયા,પુત્ર-કેવિન,હાલે-મલાડ મુંબઈ વાળા પરિવારે લીધેલ
આ પ્રસંગે સંજયભાઈ, મિત્તલબેન,દેવ વિગેરે ઉપસ્થિત રહીને વિતરણ કરેલ. આથમણાપૂરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી અલ્કેશભાઈ ચાવડા ‘‘અનુરાગ'', હર્ષદભાઈ જોષી,બચુભાઈ અંબારામભાઈ, મનોજભાઈ એમ.પટેલ તથા સ્ટાફ ગણ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે આથમણાપૂરા પ્રાથમિક શાળા પરિવારે દાતા પરિવાર અને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ એવં પ્રેમરત્ ન પરીવારની ખૂબ ખૂબ અનુમોદના કરી આભાર વ્યક્ત કરેલ.
આ પ્રᅠસંગે શંખેશ્વર તીર્થ જહાજ મંદિર ખાતેથી જૈનમુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ એ આશીર્વાદ પાઠવેલ અને શિક્ષણ વિશે મહિમા સમજાવતા જણાવેલ કે શિક્ષણ જ્ઞાન અને સમજણ દ્વારા સારું જીવન જીવવાની પ્રેરણા આપે છે.શિક્ષણ જીવનનો સાચો આભૂષણ છે.શિક્ષણ એ માનવજીવનનું અમૂલ્ય રત્ન છે.માણસ જન્મથી અજ્ઞાન રૂપ હોય છે,પરંતુ શિક્ષણ તેને જ્ઞાનનો પ્રકાશ આપે છે.
શિક્ષણ વિના જીવન અંધકારમય હોય છે,કારણ કે શિક્ષણ માણસને વિચારવા,સમજૂતી રાખવા અને સાચો-ખોટો ભેદ સમજવાની શક્તિ આપે છે.શિક્ષણ માત્ર પુસ્તકનો અભ્યાસ નથી,પરંતુ જીવન જીવવાની એક કલા છે.તે માણસના વ્યક્તિત્વને ઘડે છે અને તેને સમાજમાં શ્રેષ્ઠ સ્થાન આપે છે.શિક્ષણ દ્વારા માણસ સન્માન, સ્વાભિમાન અને સંસ્કાર મેળવી શકે છે.શિક્ષણ એ તે દીવો છે જે આખા સમાજને પ્રકાશિત કરે છે.
આજના સમયમાં શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું ન હોવું જોઈએ.સાચું શિક્ષણ તે છે જે આપણામાં માનવતા,સત્ય, કરુણા અને પ્રગતિનો માર્ગ બતાવે.શિક્ષિત વ્યક્તિ પોતાનું નહિ પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ વિચારતો હોય છે.આ વિતરણ પ્રસંગે આથમણાપૂરા ગ્રામજનો એવં શાળાના શિક્ષકો એવં સ્ટાફ ગણ ઉપસ્થિત રહેલ.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
