તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
કમોસમી વરસાદનો કહેર યથાવતઃ ૨૧૪ તાલુકાઓમાં ઝરમર થી ૩.૫ ઇંચ વરસાદઃ પાક ને ભારે નુકસાનઃ ખેડૂતોને જંગી આર્થિક નુકસાન
સરકાર કરશે સહાય પરંતુ આભ ફાટ્યાઃ વેળાએ થીંગડા મારવા જેવી જગતના તાતની હાલતઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૫ ફૂટને પાર વાપીમાં આજે સવારે એકાદ ઇંચ જેટલો વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ કારતક માસના ઠંડીની શરૂઆત થવાને બદલે મેઘરાજા વિદાય લેતા નથી હાલના આ કમોસમી વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, જેને પગલે ખેડૂતોને જંગી નુકસાન થવા પામ્યું છે, સરકાર રાહત આપવા તૈયારી કરી રહી છે પરાંત આભ ફાટે ત્યાં થીંગડા ક્યાં દેવાય જેવી હાલત જગતના તાતની થઈ છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૪ તાલુકાઓમાં ઝરમર થી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને આજે સવાર થી ફરી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૪૫.૦૨ફૂટે પહોંચી છે ડેમમાં ૩૨૩૧૧ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે એટલુંજ ૩૨૩૧૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો હાંસોટ ૭૨ મીમી, દેગામ ૭૧ મીમી, કંવાટ ૬૨ મીમી, સુબીર ૫૯ મીમી, મહુવા અને ગાંધીનગર ૫૬ મીમી, જાંબુઘોડા ૫૨ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે બોડેલી ૪૬ મીમી, કડી ૪૫ મીમી, કલોલ ૪૫ મીમી, પ્રાંતિજ ૪૪ મીમી, ડભોઇ, હિમતનગર અને તલોદ ૪૩ મીમી, સંખેડા ૪૧ મીમી, વાગરા અને ધંધુકા ૪૦ મીમી, ઓલપાડ ૩૮ મીમી, બાવળા, વડોદરા અને શહેરા ૩૭ મીમી, તિલકવાડા અને દેસર,નસવાડી ૩૪ મીમી, બેચરાજી ૩૩ મીમી,નડિયાદ અને ગોધરા ૩૨ મીમી, ગરુડેશ્વર ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના ૧૮૧ તાલુકાઓમાં ૧ થી ૨૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજાએ વાપી પંથકમાં મુકામ રાખ્યો છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
