તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
ઓલપાડમાં નુકશાનીની માહિતી માટે ખેતરો ખુંદતા મુકેશ પટેલ

રાજકોટ તા.૩૧: દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક ખેતરોમાં જ પલળી જતાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ઓલપાડના સરસ ગામે ડાંગરના ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી.
ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડ જિન મંડળીના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી. આ નુકસાન અંગે સરકારી મંડળીના પ્રતિનિધિઓ, ગ્રામસેવક અને તલાટીની ઉપસ્થિતિમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ખેડૂતો દ્વારા સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
