<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

વડોદરા કલેક્ટર કચેરી બહાર કાર અને મોપેડ વચ્ચે ટક્કર બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો

પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વધતી ભીડને જોતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મામલો શાંત કર્યો

વડોદરામાં કલેક્ટર કચેરી બહાર કાર અને મોપેડ વચ્ચે થયેલી ટક્કર બાદ વિવાદ સર્જાયો. શરૂઆતમાં બોલાચાલીથી શરૂ થયેલો મામલો થોડા જ સમયમાં હાથાપાઈ સુધી પહોંચી ગયો. બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. વધતી ભીડને જોતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મામલો શાંત કર્યો. સમયસર પોલીસે હસ્તક્ષેપ કરતા કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નહોતી, પરંતુ આ ઘટનાએ ટ્રાફિક દરમિયાન સાવચેતી અને સંયમ રાખવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.

(1:36 PM IST)